વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ
Saturday, September 23, 2023
Add Comment
વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો.
- વારાણસીના ગંજારી, રાજાતલાબમાં આશરે 450 કરોડના ખર્ચે આ આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે અને તે 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે.
- વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આધુનિક વૈશ્વિક કક્ષાની રમતગમત માળખાગત સુવિધા વિકસાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું હશે.
- આ સ્ટેડિયમનું થિમેટિક આર્કિટેક્ચર ભગવાન શિવ પાસેથી પ્રેરણા લે છે, જેમાં અર્ધચંદ્રાકારના છતના કવર, ત્રિશૂળ આકારની લાઇટ્સ, ઘાટના પગથિયા-આધારિત બેઠક અને અગ્રભાગ પર બિલ્વીપત્ર આકારની ધાતુની ચાદરો માટે ડિઝાઇન વિકસાવવામાં આવી છે.
- આ સ્ટેડિયમમાં 30,000 પ્રેક્ષકોની ક્ષમતા હશે.
- આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, બીસીસીઆઇના અધ્યક્ષ શ્રી રોજર બિન્ની, બીસીસીઆઇના સેક્રેટરી શ્રી જય શાહ, બીસીસીઆઇના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજીવ શુક્લા, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, મદનલાલ, ગુંડપ્પા વિશ્વનાથ અને ગોપાલ શર્મા સહિતના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીઓ તથા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 Komentar
Post a Comment