ચાચા ચૌધરી પર આધારિત કોમિક બુક લોન્ચ
Saturday, September 23, 2023
Add Comment
ચાચા ચૌધરી પર આધારિત કોમિક બુક લોન્ચ
- ECIએ યુવા મતદારોને શિક્ષિત કરવા અને પ્રેરિત કરવા ચાચા ચૌધરી પર આધારિત કોમિક બુક લોન્ચ કરી.
- CEC શ્રી રાજીવ કુમાર અને EC શ્રી અનુપ ચંદ્ર પાંડે અને શ્રી અરુણ ગોયલ દ્વારા "ચાચા ચૌધરી અને ચૂંટણી દંગલ" નામની કોમિક બુકનું વિમોચન કરવામાં આવ્યું છે.
- ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે ચાચા ચૌધરી, સાબુ, રાકા, ધમાકા સિંહ અને બિલ્લુ જેવા ભારતીય હાસ્ય પાત્રોનો ઉપયોગ બાળકોમાં ચૂંટણી અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવશે.
- આ કોમિક બુક એ ECI અને પ્રાણ કોમિક્સની સંયુક્ત પહેલ છે જે યુવાનોને ચૂંટણીમાં નામાંકન કરવા અને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
- ચૂંટણી કમિશ્નનર શ્રી અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે આ કોમિક પુસ્તક નૈતિક ચૂંટણીઓ, સહભાગી લોકશાહી અને મસલ પાવર અને મની પાવર જેવા મહત્વના મુદ્દાઓને ખૂબ જ સ્પષ્ટ અને વાચક-ફ્રેન્ડલી રીતે રજૂ કરશે.
- મતદાર જાગૃતિના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓને સંબોધવા માટે આ કોમિક બુકનો ઉપયોગ બહુપરીમાણીય સાધન તરીકે કરવામાં આવશે.
- ચાચા ચૌધરીનું પાત્ર વાચકોને CVigil અને KYC જેવી ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ એપ્સનો પરિચય કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
- આ કોમિક બુક પ્રિન્ટ અને ડિજિટલ બંને ફોર્મેટમાં ઉપલબ્ધ છે. શાળાઓમાં કોમિક બૂકની મફત નકલોનું વિતરણ કરવામાં આવશે.
0 Komentar
Post a Comment