Search Now

એક્સરસાઇઝ યુદ્ધ અભ્યાસ

એક્સરસાઇઝ યુદ્ધ અભ્યાસ 

  • 25 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2023 દરમિયાન "એક્સસાઇઝ યુદ્ધ અભ્યાસ" આયોજિત કરવામાં આવશે.
  • "એક્સરસાઇઝ યુદ્ધ અભ્યાસ" ની 19મી આવૃત્તિ ફોર્ટ વેનરાઈટ, અલાસ્કા, યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે.
  • તે ભારતીય સેના અને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતો વાર્ષિક અભ્યાસ  છે.
  • અભ્યાસની આ આવૃત્તિમાં 350 જવાનોની બનેલી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ભારતીય સેનાની ટુકડી ભાગ લઈ રહી છે.
  • યુએસ તરફથી, પ્રથમ  બ્રિગેડ કોમ્બેટ ટીમની 1-24 ઇન્ફન્ટ્રી બટાલિયન ભાગ લેશે.
  • આ અભ્યાસની થીમ 'પર્વતીય/આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓમાં સંકલિત યુદ્ધ સમૂહનું નિયોજન' છે.
  • બંને પક્ષો યુએન પીસકીપિંગ કામગીરીના સંચાલનમાં આંતરકાર્યક્ષમતા વધારવા માટે શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક કવાયતનો અભ્યાસ કરશે.
  • "યુદ્ધ અભ્યાસ-23" બંને સેનાઓને એકબીજા પાસેથી શીખવામાં અને બંને સેનાઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ કરશે.
  • બંને પક્ષોના કર્મચારીઓ તેમના અનુભવો અને શ્રેષ્ઠ વ્યવહારો શેર કરવા માટે વિગતવાર ચર્ચા પણ કરશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel