Search Now

ન્યુઝીલેન્ડના આગામી વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન

ક્રિસ્ટોફર લક્સન ન્યુઝીલેન્ડના આગામી વડાપ્રધાન 

છ વર્ષના લિબરલ શાસન પછી, ન્યુઝીલેન્ડે રૂઢિચુસ્ત નેતા ક્રિસ્ટોફર લક્સનને વડા પ્રધાન તરીકે ચૂંટ્યા.

તેમણે તાજેતરની ચૂંટણીમાં નિર્ણાયક જીત મેળવી છે.

લિબરલ સરકાર મોટા ભાગના સમય માટે જેસિન્ડા આર્ડર્નની આગેવાની હેઠળ હતી.

લક્સનની નેશનલ પાર્ટીને લગભગ 40% વોટ મળ્યા. તે લિબરટેરિયન એસીટી પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવશે.

લેબર પાર્ટીને લગભગ 25% વોટ મળ્યા, જે અગાઉની ચૂંટણીમાં મળેલા વોટના લગભગ અડધા છે.

લક્સને મધ્યમ આવક મેળવનારાઓને ટેક્સમાં રાહત અને અપરાધ નિયંત્રણ માટેનું  વચન આપ્યું છે.

તેણે માઓરી હેલ્થ ઓથોરિટીને નાબૂદ કરવાનું પણ વચન આપ્યું છે, જે અંગે તેમનુંં  કહેવું છે કે તેણે બે અલગ-અલગ હેલ્થ સિસ્ટમ બનાવી છે.

ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના વર્તમાન વડાપ્રધાન છે.

ન્યુઝીલેન્ડની રાજકીય વ્યવસ્થા:

તેનું અલિખિત બંધારણ છે અને તે બંધારણીય રાજાશાહી છે.

તેની સરકારની ત્રણ શાખાઓ છે:

  1. ધારાસભા (સંસદ)
  2. કાર્યકારી શાખા (ચૂંટાયેલી સરકાર)
  3. ન્યાયતંત્ર

સંસદ લોકસભા અને ગવર્નર-જનરલની બનેલી છે.

ગૃહના સભ્યો મિશ્ર સભ્ય પ્રમાણસર (MMP) મતદાન પદ્ધતિનો ઉપયોગ કરીને ત્રણ વર્ષની મુદત માટે ચૂંટાય છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel