પેરા ગેમ્સ 2023 નો લોગો અને માસ્કોટ
પેરા ગેમ્સ 2023 નો લોગો અને માસ્કોટ
ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2023નો લોગો અને માસ્કોટ ઉજ્જવલાને શ્રી અનુરાગ સિંહ ઠાકુરે લોન્ચ કર્યો.
26 નવેમ્બરના રોજ, પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023 નો લોગો અને માસ્કોટ ઉજ્જવલા (એક સ્પેરો) નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
આ નાની સ્પેરો દિલ્હીના ગૌરવનું પ્રતીક છે અને તેની વિશિષ્ટતા સંકલ્પ અને સહાનુભૂતિ દર્શાવે છે.
ખેલો ઈન્ડિયા-પેરા ગેમ્સ 2023નો માસ્કોટ ઉજ્જવલા એ હકીકતની યાદ અપાવે છે કે તાકાત અનેક સ્વરૂપોમાં આવે છે અને માનવ ભાવના અતૂટ છે.
2018 થી કુલ 11 ખેલો ઈન્ડિયા ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 5 ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, 3 ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને 3 ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનો સમાવેશ થાય છે.
છેલ્લા ચાર વર્ષ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલો ઈન્ડિયા માટે મંજૂર કરાયેલું બજેટ રૂ. 3,000 કરોડ હતું અને આગામી પાંચ વર્ષ માટે આ બજેટને વધારીને રૂ. 3,300 કરોડથી વધુ કરવામાં આવ્યું છે.
સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ સહિત 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1400 થી વધુ પ્રતિભાગીઓ પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
આ પેરા ગેમ્સમાં પેરા એથ્લેટસ, પેરા એથ્લેટિક્સ, પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા ફૂટબોલ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ અને પેરા વેઈટ લિફ્ટિંગ સહિતની સાત ઈવેન્ટ્સમાં સન્માન માટે સ્પર્ધા કરશે.
આ ઈવેન્ટ્સ ત્રણ SAI સ્ટેડિયમમાં યોજાશે - IG સ્ટેડિયમ, તુગલકાબાદ ખાતે શૂટિંગ રેન્જ અને JLN સ્ટેડિયમ.
0 Komentar
Post a Comment