કંચન દેવી
કંચન દેવી
કંચન દેવી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશન
(ICFRE)ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે.
તે મધ્યપ્રદેશ
કેડરની 1991 બેચની
ભારતીય વન સેવા અધિકારી છે.
તેમણે
સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ પર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા
ભજવી હતી.
તેમણે
ICFRE
ખાતે વિશ્વ બેંક દ્વારા ભંડોળ
પૂરું પાડવામાં આવેલ ઇકોસિસ્ટમ સર્વિસ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણમાં પણ
મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તેમણે
ICFRE
માં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (શિક્ષણ) તરીકે સેવા
આપી હતી.
ઈન્ડિયન
કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશન એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.
તેની
સ્થાપના 1986માં થઈ હતી. તે દેહરાદૂન, ઉત્તરાખંડમાં આવેલું છે.
0 Komentar
Post a Comment