GPSC 12-01-2025 PAER SOLUTION
GPSC 12-01-2025 PAER SOLUTION
1. *વીમા સખી યોજના" વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1.
તે ત્રણ વર્ષ
માટે સ્ટાઇપેન્ડરી યોજના છે
2.
આ યોજના માટે
લઘુત્તમ શૈક્ષણિક પાત્રતા ધોરણ 12 પાસ છે.
3.
આ યોજના માટે
લઘુત્તમ પૂર્ણ ઉંમર અરજીના સમયે 21 વર્ષ છે.
4.
આ યોજના હેઠળ
સ્ટાઈપેન્ડરી મુદત બાદ નિયમાનુસાર કમીશન સાથે એજન્સી જારી રહેશે
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 4
(D) 1, 2,
3 અને 4 બધા જ
2. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મોનિટરી પોલીસી કમિટી (MPC)ની ડિસેમ્બરમાં મળેલી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો બાબતે
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રેપો રેટ જાળવી રાખ્યો
2. વાસ્તવિક જીડીપી (GDP) વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો
૩. કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો
કર્યો
4. રિવર્સ રેપો રેટમાં ઘટાડો
કર્યો
ઉપર
પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 1, 3 અને 4
(C) ફક્ત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4 બધા જ
3. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નીચેના પૈકી કઈ નગરપાલિકાઓને
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે?
1. સુરેન્દ્રનગર
2. ગાંધીધામ
૩. વાપી
4. નવસારી
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4 બધા જ
4. તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) માટે આવનાર AXIOM-4
મિશન માટે ભારતના કેટલા અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
5. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશના રાજા અને રાણીએ
હાઈડ્રોપાવર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ બાબતે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવા
માટે ભારતની મુલાકાત લીધી હતી?
(A) યુનાઈટેડ
કિંગડમ
(B) બ્રુનેઈ
(C) ભૂટાન
(D) થાઈલેન્ડ
6. PM e-વિદ્યા DTH ચેનલ 31 .................. ની શૈક્ષણિક
જરૂરિયાતોને પહોંચી વળવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવી છે.
(A) આદિવાસી
વિસ્તારોમાં આવેલ આશ્રમશાળાઓ
(B) પૂર્વ ભારતના
રાજ્યોમાં આવેલી ઈજનેરી કોલેજો
(C) બહેરા વિદ્યાર્થીઓ, વિશેષ શિક્ષકો અને દુભાષિયાઓ
(D) પૂર્વ ભારતના
રાજ્યોમાં આવેલ પોલિટેકનિક સંસ્થાઓ
7. નીચેના પૈકી કયા દેશે તાજેતરમાં ભારતીય નૌકાદળના MH-60R સીહોક
હેલિકોપ્ટર માટે અધ્યતન સાધન સામગ્રી પૂરી પાડવા માટે 1.17 બિલિયન ડોલરના સોદાની
સમજૂતી કરી છે
(A) ફ્રાંસ
(B) અમેરિકા
(C) રશિયા
(D) જર્મની
8. પીએમ સૂર્યઘર મુફત બીજલી યોજના વર્ષ ...........................
સુધીમાં એક કરોડ સૌર સ્થાપન (Solar
Installations) હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
(A) 2025
(B) 2026
(C) 2027
(D) 2028
9. નીચેના પૈકી કયા રાજ્યમાં 186 MVનો મહત્વકાંક્ષી Tato-1 હાઈડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટ (HEP)ની સ્થાપના
કરવામાં આવશે?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) કણીટક
(D) અરુણાચલ પ્રદેશ
10. યુનેસ્કો(UNESCO) દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્યને ટોચના હેરિટેજ પર્યટન સ્થળ (Top
Heritage Tourism Destination) તરીકે માન્યતા આપવામાં આવી છે?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) પશ્ચિમ બંગાળ
(D) કેરળ
11. નીચે આપેલ અપૂર્ણાંક પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે?
(A) 99/100
(B) 499/500
(C) 999/1000
(D) 9999/10000
12. નીચે આપેલ સંખ્યાઓમાંથી અલગ પડતી સંખ્યા શોધો.
(A) 9
(B) 25
(C) 16
(D) 4
13. નીચે દર્શાવેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 11 વડે ભાગી
શકાય છે?
(A) 21318
(B) 23118
(C) 21138
(D) 28113
14. એક ચોક્કસ રકમ આઠ વર્ષે બમણી થાય છે.
તેને આઠ ગણી થતા કેટલો સમય લાગે?
(A) 32 વર્ષ
(B) 16 વર્ષ
(C) 24 વર્ષ
(D) 12 વર્ષ
15. એક નિશ્ચિત રકમ ત્રણ વર્ષ માટે સાદા
વ્યાજે રોકવામાં આવે છે. જો આ રકમ બે ટકા ઊંચા વ્યાજદરે રોકવામાં આવે, તો વ્યાજ પેટે ₹. 60/- અધિક પ્રાપ્ત થાય. રોકાણ કરેલ
રકમ કઈ હશે?
(A) 6000/-
(B) 3000/-
(C) ₹9000/-
(D) 12000/-
16. 80 કિગ્રા તાજા ફળોમાંથી 32 કિગ્રા મુરબ્બો બને છે. 80 કિગ્રા મુરબ્બો બનાવવા
માટે કેટલાં તાજા ફળો જોઇશે?
(A) 160 કિગ્રા
(B) 100 કિગ્રા
(C) 200 કિગ્રા
(D) 120 કિગ્રા
17. જો એક મોટરગાડી 80
કિમી પ્રતિ કલાકની જગ્યાએ 60 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલે,
તો 500 કિમીનો પ્રવાસ કરતાં કેટલો અધિક સમય
લાગશે?
(A) 2 કલાક
(B) 2 કલાક 10 મિનિટ
(C) 2 કલાક 15 મિનિટ
(D) 2 કલાક 5 મિનિટ
18. નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા
અવિભાજ્ય છે?
(A) 209
(B) 403
(C) 901
(D) 887
19. અરુણ અને અજય પાસે સજય પાસે રહેલ રકમ
કરતાં અનુક્રમે 25% અને 35% વધારે છે.
અરુણ અને અજય પાસે રહેલ રકમનો ગુણોત્તર શોધો.
(A) 7:9
(B) 5:7
(C) 25: 27
(D) 27: 29
20. એક નમૂનામાં રહેલ જીવાણુઓની સંખ્યા દર
મિનિટે બમણી થાય છે. જો 4 મિનિટે જીવાણુઓની સંખ્યા 800 હોય તો કેટલી મિનિટે જીવાણુઓની સંખ્યા 200 હશે?
(A) 2 મિનિટ
(B) 3 મિનિટ
(C) 1 મિનિટ
(D) કોઈ પણ વિકલ્પ નહીં
21. દાંડી ખાતે 'રાષ્ટ્રીય
નમક સત્યાગ્રહ સ્મારક'નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
(A) પંડિત જવાહરલાલ નહેરુ
(B) નરેન્દ્ર મોદી
(C) કાંતિલાલ હરિલાલ ગાંધી
(D) કલ્યાણજી મહેતા
22. નીચેના પૈકી કોણ વિખ્યાત ગુજરાતી
નવલકથાકાર હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા?
(A) મનુભાઈ પંચોલી
(B) કનૈયાલાલ મુનશી
(C) ઝવેરચંદ મેઘાણી
(D) પન્નાલાલ પટેલ
23. મેગસેસ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ
ગુજરાતી મહિલા કોણ છે?
(A) ઇલાબેન ભટ્ટ
(B) કસ્તુરબા ગાંધી
(C) મણીબેન પટેલ
(D) ભીખાઈજી કામા
24. ગુજરાત વિદ્યાપીઠ વિશે નીચેનાં વિધાનો
ધ્યાને લો:
1. તેની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા
કરવામાં આવી હતી
2. તે સૌપ્રથમ સાબરમતી આશ્રમમાં સ્થાપિત
કરવામાં આવી હતી.
3. ગાંધીજી અને પ્રો. એ.ટી.ગીડવાણી પ્રથમ
ચાન્સેલર અને વાઇસ ચાન્સેલર હતા
4. ગાંધીજી અને મહાદેવ દેસાઈ પ્રથમ ચાન્સેલર
અને વાઇસ ચાન્સેલર હતા
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) એક પણ નહિ
(B) ફક્ત 1 અને 4
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
25. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન વિશે
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કાનજી માલમ નામના એક ગુજરાતીએ વાસ્કો દ
ગામાને ભારતનો માર્ગ શોધવામાં મદદ કરી
2. ભારતમાં આવનારામાં અંગ્રેજો સૌથી પ્રથમ
હતા અને છોડનારામાં સૌથી છેલ્લા હતા
3. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરતમાં મુખ્ય મથક
સ્થાપ્યું
4. અંગ્રેજો સૌપ્રથમ સુરત આવ્યા હતા
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 2 અને 3
(B) ફક્ત 2 અને 4
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 4
26. ગુજરાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. જીવરાજ મહેતાએ ગુજરાતને મુંબઈ રાજ્યથી અલગ
કરવા માટે મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કર્યું હતું
2. ગુજરાતની રાજધાની 1971માં અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી
3. યુ. એન. ઢેબર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ
મુખ્યમંત્રી હતા
4. નરેન્દ્ર મોદી ગુજરાતના એક માત્ર એવા
મુખ્યમંત્રી છે જેમણે ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
ઉપર પૈકી કયાં વિધાનો સાર્યા છે?
(A) ફક્ત 1 અને 4
(C) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(D) ફક્ત 3 અને 4
27. સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેનામાંથી કયું
સ્થળ સિંધુ નદીના કિનારે આવેલ હતું?
(A) મોહેંજોદરો અને અમરી
(B) હડપ્પા અને અમરી
(C) હડપ્પા અને કાલીબંગા
(D) મોહેંજોદરો અને કાલીબંગા
28. નીચે પૈકી કયા મહાજનપદ ભારતની વર્તમાન
સીમાની બહાર આવેલા છે?
1. અંગ
2. મત્સ્ય
3. કંબોજ
4. ગાંધાર
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 4
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 3 અને 4
29. નીચેના રાજાઓમાંથી કોણે બૌદ્ધ ધર્મને
સમર્થન આપ્યું ન હતું?
(A) ચંદ્રગુપ્ત મૌર્ય
(C) બિંદુસાર
(B) અશોક
(D) કનિષ્ક
30. ગિરનાર શિલાલેખ અનુસાર ગિરનાર પર્વત પાસે
સુદર્શન જળાશય પ્રથમ કોણે બાંધ્યું હતું?
(A) પુષ્યમિત્ર
(B) ચંદ્રગુપ્ત મૌર્ય
(C) બિંદુસાર
(D) અશોક
31. બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્ય શાસક
પક્ષના સભ્ય જ હોવા જોઈએ?
(A) અંદાજ સમિતિ
(B) જાહેર હિસાબ સમિતિ
(C) જાહેર સાહસો માટેની સમિતિ
(D) ઉપરમાંથી એક પણ નહીં
32. નાણાપંચની દરેક ભલામણને સંસદના દરેક ગૃહમાં
કોના દ્વારા મુકાવવામાં આવે છે?
(A) ભારતના વડાપ્રધાન
(B) ભારતના નાણાપ્રધાન
(C) લોકસભાના સ્પીકર તથા રાજ્યસભાના અધ્યક્ષ
(D) ભારતના રાષ્ટ્રપતિ
33. બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ
બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો:
1. ભારત સરકારનો ધારો, 1858 - કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
34. નવી અખિલ ભારતીય સેવા કઈ રીતે શરૂ કરી
શકાય?
(A) સંઘ લોકસેવા આયોગના ઠરાવથી
(B) રાષ્ટ્રપતિના આદેશથી
(C) વડાપ્રધાનના આદેશથી
(D) સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદાથી
35. નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન
માટેની માગણી કરી શકાય નહીં
(A) વડાપ્રધાન
(B) કેન્દ્રીય નાણાપ્રધાન
(C) કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ
(D) ભારતના રાષ્ટ્રપતિ
36. નાણા ખરડા અંગે નીચેના વિધાનો ધ્યાને લો:
1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
37. ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો
ધ્યાને લો:
1. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને
ગેરબંધારણીય ઠરાવવાની કોઈ વડી અદાલતને સત્તા નથી.
2. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને
ગેરબંધારણીય ઠરાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
38. નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિશે નીચેનાં
વિધાનો ધ્યાને લો:
1. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે
2. તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં
હાજરી આપી શકે છે
ઉપર પૈકી કર્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાર્યા છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
39. નીચે પૈકી કઈ સંસદીય સમિતિ સંખ્યાની
દ્રષ્ટિએ સૌથી મોટી છે?
(A) અંદાજ સમિતિ
(B) જાહેર હિસાબ સમિતિ
(C) જાહેર સાહસો અંગેની સમિતિ
(D) નીતિશાસ્ત્ર અંગેની સમિતિ
40. નીચેનામાંથી ભારતના કર્યા રાજ્યો
આંતરરાષ્ટ્રીય સરહદની સાથે દરિયાઈ સરહદને પણ સ્પર્શ કરે છે?
1. રાજસ્થાન
2. ગુજરાત
3. મિઝોરમ
4. પશ્ચિમ બંગાળ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 1, 2 અને 4
(B) ફક્ત 1, 3 અને 4
(C) ફક્ત 1 અને ૩
(D) ફક્ત 2 અને 4
41. બે અંકની એક સંખ્યા અને આ અંકોની ફેરબદલ
કરવાથી મળતી નવી સંખ્યા વચ્ચેનો તફાવત 45 છે. આ અંકોના
વર્ગોનો સરવાળો શોધો.
(A) 25
(B) 53
(C) 41
(D) 45
42. એક હોજની લંબાઈ 50મી,
પહોળાઈ 20મી અને ઊંડાઈ 10મી છે. આ હોજની દીવાલ અને તળિયાની સપાટી પર લાદી જડવાની છે. જો લાદી
જડવાનો ખર્ચ ₹ 25 પ્રતિ ચોરસમીટર હોય તો કુલ કેટલો ખર્ચ થાય?
(A) ₹ 50000
(B) ₹ 85000
(C) ₹ 60000
(D) ₹ 35000
43. નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા
બંધબેસતી નથી?
(A) 64
(B) 729
(C) 1225
(D) 4096
44. શ્રીમાન Xએ આજે એક
પુસ્તકના બારમાં ભાગ જેટલું વાંચન કર્યું. જો તે પુસ્તકના 66
પાનાં વાંચવાનાં બાકી રહી ગયાં હોય તો તે પુસ્તકમાં કુલ કેટલાં પાના હશે?
(A) 96
(B) 72
(C) 64
(D) 120
45. સોમવારથી બુધવારનું સરેરાશ તાપમાન 38.7°C
અને ગુરુવારથી શનિવારનું સરેરાશ તાપમાન 39°C છે.
આખા સપ્તાહનું સરેરાશ તાપમાન નજીકની પૂર્ણાંક સંખ્યા શોધો.
(A) 38.9°C
(B) 39°C
(C) 38°C
(D) 40°C
46. 1થી 70 સુધીની
સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યાની
સંપૂર્ણ વર્ગ તેમજ સંપૂર્ણ ઘન હોવાની સંભાવના કેટલી હશે?
(A) 1/35
(B) 4/35
(C) 2/35
(D) 1/7
47. 40 ચો. સેમી ક્ષેત્રફળ ધરાવતા કેટલા
લંબચોરસ બનાવી શકાય, જો તેની દરેક બાજુ ઘન પૂર્ણાંક હોય?
(A) 4
(B) 8
(C) 6
(D) 20
48. કોઈ એક રકમ પ્રતિ વર્ષ 8% ના સાદા વ્યાજ દરે કેટલા વર્ષે બમણી થાય?
(A) 10 વર્ષ
(B) 12 વર્ષ
(C) 12.5 વર્ષ
(D) અપૂરતી માહિતી
49. ₹40,000 ની રકમ 12%
ચક્રવૃદ્ધિ વ્યાજ દરે કેટલા વર્ષે ₹ 50176 થાય?
(A) 2 વર્ષે
(B) 2.5 વર્ષે
(C) 3 વર્ષે
(D) 1.75 વર્ષે
50. X અને Y બંને પાસે
થોડી પેન્સિલ છે. જો X તેની પાસેની પેન્સિલમાંથી છઠ્ઠા ભાગની
પેન્સિલ ૪ને આપે. તો બંને પાસે સરખી પેન્સિલ થાય. જો જ તેના પાસેની પેન્સિલમાંથી
છઠ્ઠા ભાગની પેન્સિલ Xને આપે તો X પાસે
કુલ 60 પેન્સિલ થાય. બંને પાસે મળીને કુલ કેટલી પેન્સિલ હશે?
(A) 60
(B) 84
(C) 90
(D) 72
51. અંગ્રેજી મૂળાક્ષર માંથી કોઈ પણ એક
મૂળાક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે મૂળાક્ષર સ્વર હોવાની સંભાવના
કેટલી થશે?
(A) 3/26
(B) 2/13
(C) 5/26
(D) 7/26
2. સિનેમા ઘરમાં ચલચિત્ર જોવા માટે ₹ 4200 ખર્ચ કરવાના છે. જો સવારનો શો જોવા
માં આવે તો 14 વ્યક્તિઓ જઈ શકે અને જો સાંજના શો માં જાય તો 12 વ્યક્તિઓ જઈ શકે.
સવાર અને સાંજના શો ની ટિકિટની કિંમતમાં કેટલો તફાવત હશે ?
(A) ₹ 50
(B) ₹ 75
(C) ₹ 60
(D) ₹ 100
53. જો CAREER શબ્દનો
દરેક અક્ષરનો ઉપયોગ કરવામાં આવે, તો કેટલા શબ્દો (અર્થપૂર્ણ
હોવા જરૂરી નથી) બની શકે?
(A) 210
(C) 120
(B) 720
(D) 840
54. શહેર A થી B,
B થી C અને C થી D
જવા માટે અનુક્રમે 3, 6 અને 5 રસ્તા છે. શહેર A થી D જવા
માટે કેટલા રસ્તા ઉપલબ્ધ છે?
(A) 30
(B) 90
(C) 60
(D) 40
55. પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં દસ
ગણી છે તેમજ માતાની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતા નવ ગણી છે. જો ત્રણેયની ઉંમર નો
સરવાળો 60 વર્ષ હોય તો સાત વર્ષ બાદ પુત્રની ઉંમર કેટલી હશે?
(A) 13 વર્ષ
(B) 10 વર્ષ
(C) 12 વર્ષ
(D) 9 વર્ષ
56. એક પરીક્ષામાં 2
ગુણ અને 3 ગુણ ધરાવતા પ્રશ્નોની સંખ્યાનો ગુણોત્તર 3:7 છે. જો કુલ 90 પ્રશ્નો હોય તો પરીક્ષા કુલ કેટલા
ગુણની હશે ?
(A) 120
(B) 125
(C) 135
(D) 100
57. ચાર અંકોની સૌથી મોટી વર્ગ સંખ્યા કઈ છે?
(A) 9799
(B) 9999
(C) 9901
(D) 9801
58. નીચે આપેલ સંખ્યા પૈકી અલગ પડતી સંખ્યા
શોધો.
(A) 4804
(B) 12312
(C) 12606
(D) 4616
59. 20 અવલોકનોનો મધ્યક 60 છે. ભૂલથી એક અવલોકન 50 ને બદલે 10 લેવાયેલું છે, તો માહિતીનો સાચો મધ્યક શોધો.
(A) 62
(B) 64
(C) 63
(D) અપૂરતી માહિતી
60. 35 સે.મી. નો 7 કિ.મી. સાથે ગુણોત્તર શોધો
(A) 1:20000
(B) 1:2000
(C) 1:200
(D) 500:1
61. નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારત દેશની લંબાઈ ઉત્તરથી દક્ષિણ તરફ
પૂર્વથી પશ્ચિમની સરખામણીએ વધુ છે.
2. 82'30' પૂર્વ રેખાંશને ભારતની પ્રમાણસમય
રેખા માનવામાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
62. નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતીય પ્લેટ ગોંડવાના પ્લેટથી અલગ થયા
બાદ દક્ષિણ તરફ વહેતી થઈ.
2. ભારતીય પ્લેટ અને યુરેસિયા પ્લેટની
ટક્કરના પરિણામે હિમાલય પર્વતનો વિકાસ થયો.
ઉપર પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
63. એશિયા ખંડમાં મોસમી આબોહવા મુખ્યત્વે
ક્યાં જોવા મળે છે?
1. દક્ષિણ એશિયામાં
2. પશ્ચિમ એશિયામાં
૩. દક્ષિણ-પૂર્વ એશિયામાં
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 1
(C) ફક્ત 1 અને 3
(B) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
64. ભારતમાં નીચેનામાંથી કયા વિશિષ્ટ
જૈવમંડળને યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તર પર માન્યતા મળી છે?
1. નંદાદેવી
2. નિલગીરી
3. સુંદરવન
4. મન્નારનો અખાત
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 1, 3 અને 4
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2, 3 અને 4
65. નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ
સંરક્ષણ યોજના સાથે સંકળાયેલા છે?
1. બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન
2. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
3. સારિસ્કા વન્યજીવ પશુવિહાર
4. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1 અને 4
(D) 1, 2, 3 અને 4
66. ભારતના પ્રથમ દરિયાની અંદર કાંઠાથી થોડે
દૂર (ઓફશોર) વિન્ડ ફાર્મ પ્રોજેક્ટના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે
2. આ પ્રોજેક્ટને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા
મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી દ્વારા સહકાર મળી રહ્યો છે
ઉપર પૈકી કયું/કયાં વિધાન વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
67. આર્થિક સુધારાના ભાગરૂપે વેપાર
ઉદારીકરણની નીતિઓને અનુસરીને, ભારતની નિકાસમાં ફેરફારો વિશે
નીચેના વિધાનો ધ્યાને લો:
1. સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં
કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો વધ્યો છે
2. 1991થી એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના
હિસ્સામાં ઘટાડો થયો છે
૩. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ એટલી વધી ગઈ છે કે હવે તે
ભારતની નિકાસ કમાણીમાં બીજા સ્થાને છે.
ઉપર પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 3
(D) 1, 2 અને 3
68. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકના (IIP)
તાજેતરના વેપારના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. IIP એ નવેમ્બર-2020
માં (-) 1.9 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી જે નવેમ્બર 2019 માં 2.1 ટકા હતી
2. એપ્રિલ-નવેમ્બર 2020ના
સમયગાળા માટે IIPની સંચિત વૃદ્ધિ એપ્રિલ-નવેમ્બર 2019ના 0.3 ટકાની સરખામણીએ (-) 15.5 ટકા હતી
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચો છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
69. નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના
સાહસોનો ઉદ્દેશ્ય નથી?
(A) મૂડીનું નિર્માણ
(B) આંતરમાળખાનો વિકાસ
(C) પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરવી
(D) વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ
70. નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સંપૂર્ણ રીતે લેસેઝ ફેરી અર્થતંત્ર હવે
ઇતિહાસનું અવશેષ બની ગયું છે.
2. અત્યારે ભારત અને સૌથી અદ્યતન મૂડીવાદી
દેશો પણ આર્થિક પ્રવૃત્તિનું નિયમન કરે છે
3. મૂડીવાદી અર્થતંત્રોમાં રાજ્યના
હસ્તક્ષેપની જરૂરિયાત બજારની નિષ્ફળતામાંથી ઊભી થાય છે ઉપર પૈકી કયું/કયાં
વિધાન વિધાનો સાચું/સાયાં છે?
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
71. ગોલ્ડ હાઇડ્રોજન વિશે નીચેનાં વિધાનો
ધ્યાને લો:
1. તે તેલ અને કુદરતી વાયુની જેમ, પ્રાકૃતિક રીતે જમીનની નીચે પોલાણો તથા વિશાળ જગ્યાઓમાં સંચિત થાય છે.
2. તે સળગતી વખતે સોનેરી રંગ દર્શાવે છે.
3. ગોલ્ડ હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઉદ્દીપક
તરીકે સોનાનો ઉપયોગ થાય છે.
4. જમીન નીચે થતી માઇક્રોબાયલ પ્રવૃત્તિઓ
હાઇડ્રોજન ઉત્પાદનમાં થતા વધારા માટે જવાબદાર છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં
છે?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 4
(D) માત્ર 1 અને 4
72. નીચે પૈકીના કયાં વિધાનો સાચાં છે?
1. ઓઝોન સ્તર મેસોસ્ફિયરમાં સ્થિત છે. જ્યાં
તે પૃથ્વીને હાનિકારક પારજાંબલી (UV) કિરણોત્સર્ગથી રક્ષણ
આપે છે.
2. પ્રકાશસંશ્લેષણ મુખ્યત્વે છોડના કોષોના
હરિતકણોમાં થાય છે, જ્યાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કાર્બન
ડાયોક્સાઇડ અને પાણીનું ગ્લુકોઝ અને ઓક્સિજનમાં રૂપાંતરણ થાય છે.
3. પાણીના અણુઓના અનન્ય હાઇડ્રોજન બંધન
ગુણધર્મોને કારણે શુદ્ધ પાણીની મહત્તમ ઘનતા 4°C પર હોય છે.
4. ધ્વનિ તરંગો ઘન પદાર્થો કરતાં હવામાં વધુ
ઝડપથી મુસાફરી કરે છે. કારણ કે હવાના કણો વધુ મુક્તપણે વિતરિત થાય છે, જે ઊર્જાના ઝડપી પ્રસારણને મંજૂરી આપે છે.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો
(A) માત્ર 1 અને 3
(B)
માત્ર 2 અને 3
(C) માત્ર 2 અને 4
(D) માત્ર 1 અને 4
73. "ડાર્ક મેટર" અંગે નીચે
પૈકીનું કયું વિધાન સાચું છે?
(A) ડાર્ક મેટર સીધા જ પ્રકાશને ઉત્સર્જિત
કરે છે અને પ્રતિબિંબિત કરે છે, જે તેને ઓપ્ટિકલ ટેલિસ્કોપ
વડે શોધી શકાય તેવું બનાવે છે.
(B) ડાર્ક મેટર સામાન્ય દ્રવ્ય સાથે નબળી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. અને
તેની ગુરુત્વાકર્ષણ અસરો દ્વારા તેનું અનુમાન લગાવવામાં આવે છે.
(C) બ્રહ્માંડના કુલ દ્રવ્ય-ઉર્જાના
જથ્થામાંથી આશરે ૯૫% જેટલા જથ્થામાં ડાર્ક મેટરનો સમાવેશ થાય છે.
(D) ડાર્ક મેટર સંપૂર્ણપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી બનેલું છે.
74. મોહસ સ્કેલ મુજબ નીચેનામાંથી કયો ક્રમ
ખનીજની કઠિનતાનો સાચો ક્રમ છે?
(A) જીપ્સમ < કેલ્સાઈટ < ફેલ્ડસ્પાર
ક્વાર્ટઝ
(B) જીપ્સમ < કેલ્સાઈટ
< ક્વાર્ટઝ ફેલ્ડસ્પાર
(C) કેલ્સાઈટ < જીપ્સમ
< ફેલ્ડસ્પાર < ક્વાર્ટઝ
(D) કેલ્સાઈટ < જીપ્સમ
< ક્વાર્ટઝ < ફેલ્ડસ્પાર
75. પર્યાવરણીય એજન્સીઓની નીચે દર્શાવેલ
યાદીને તેમની યોગ્ય ભૂમિકાઓ સાથે જોડો:
પર્યાવરણીય એજન્સીઓ |
ભૂમિકા |
(i) UNEP |
(a) વૈશ્વિક સ્તરે ખતરામાં રહેલ પ્રજાતિઓના
રક્ષણ માટે હિમાયત કરવી |
(ii) IUCN |
(b) આંતરરાષ્ટ્રીય સહયોગનું સંકલન કરીને
વૈશ્વિક પર્યાવરણીય જોખમોને ઘટાડવા |
(iii) WMO |
(c) લાંબા ગાળાના આબોહવા વલણોસહિત વૈશ્વિક
આબોહવા પ્રણાલી પર દેખરેખ અને રિપોટિંગ |
(iv) WWF |
(d) વૈજ્ઞાનિક અને નીતિ-આધારિત પ્રયાસો
દ્વારા પર્યાવરણીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવું |
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો
(A) (i)-(b),
(ii)-(a), (iii)-(c), (iv)-(d)
(B) (i)-(a), (ii)-(b), (iii)-(c), (iv)-(d)
(C) (i)-(b), (ii)-(a), (iii)-(d), (iv)-(c)
(D) (i)-(a), (ii)-(b), (iii)-(d), (iv)-(c)
76. "યુએન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી
હેઠળ 2024 માં નક્કી કરાયેલ "હાઈ સીઝ" સંધિની
મુખ્ય વિશેષતા શું છે?
(A) આંતરરાષ્ટ્રીય જળસીમામાં ગેરકાયદેસર
માછીમારી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે વૈશ્વિક મેરીટાઇમ પોલીસ ફોર્સની રચના.
(B) વિકસિત રાષ્ટ્રો દ્વારા આંતરરાષ્ટ્રીય
જળનો ઉપયોગ કરવા બદલ ચૂકવવાના થતા કર અંગેની આવશ્યક નાણાકીય પદ્ધતિની રજુઆત.
(C) 2025 સુધીમાં તમામ પ્રકારના ઊંડા
સમુદ્રના ખાણકામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા માટે કાયદેસર રીતે બંધનકતી કરાર.
(D) 2030 સુધીમાં, 30% આંતરરાષ્ટ્રીય પાણીને આવરી લેતા,
દરિયાઈ સંરક્ષિત વિસ્તારોની સ્થાપના.
77. કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) માં તાજેતરના વિકાસના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો:
1. જનરેટિવ AI મૉડલ્સ
જેમ કે OpenAl ના GPT-4 અને Googleના Gemini એ ટેક્સ્ટ, ઇમેજ અને
ઑડિયો સહિતની બહુવિધ પદ્ધતિઓને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
2. એડ્જ કમ્પ્યુટિંગે ભાષાના વિશાળ મોડલ્સ
માટે ક્લાઉન્ડ સર્વર્સ પર નિર્ભરતા વિના સીધા જ મોબાઇલ ઉપકરણો પર ડેટા પર
પ્રક્રિયા કરવાનું શક્ય બનાવ્યું છે.
3. 2024 માં પસાર થયેલ EU AI અધિનિયમ, AI ના નૈતિક ઉપયોગ માટે પ્રમાણિત માળખું
બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ જોખમવાળી
એપ્લિકેશન્સમાં.
4. "પુનઃપ્રાપ્તિ-સંવર્ધિત જનરેશન”
પ્રતિસાદોમાં સચોટતા અને સુસંગતતા વધારવા માટે બાહ્ય ડેટાબેઝ સાથે ભાષાના વિશાળ
મોડલને જોડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(A) માત્ર 2 અને 3
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 3 અને 4
(D) માત્ર 1 અને 4
78. "LIFI" ટેકનોલોજીનો હેતુ શું
છે?
(A) પ્રકાશ તરંગોનો ઉપયોગ કરીને હાઇ સ્પીડ વાયરલેસ કમ્યુનિકેશનને સક્ષમ કરવા
માટે
(B) ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ
કનેક્ટિવિટી વધારવા માટે
(C) રેડિયો ફ્રીક્વન્સી બેન્ડ્સમાં દખલગીરી
ઘટાડવા માટે
(D) લાંબા અંતરની દૂરસંચાર સુરક્ષિત કરવા
માટે
79. 2024 માં ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં
નીચેનામાંથી કઈ સફળતા હાંસલ કરવામાં આવી હતી, જે તેને
પ્રાયોગિક એપ્લિકેશન્સની નજીક લાવી હતી?
(A) ઓરડાના તાપમાને કાર્યરત અને ડેસ્ક-કદના
પરિમાણો ધરાવતું ક્વોન્ટમ કમ્પ્યુટર
(B) પાંચ ખંડોમાં ફેલાયેલું પ્રથમ વ્યાવસાયિક
ક્વોન્ટમ કમ્પ્યુટર નેટવર્ક
(C)
1,782-qubit સુપરકન્ડક્ટિંગ ક્વોન્ટમ પ્રોસેસરનો વિકાસ
(D) વૈશ્વિક નાણાકીય વ્યવહારો માટે ક્વોન્ટમ
ક્રિપ્ટોગ્રાફીનો પરિચય
80. ટેસ્લા ઓપ્ટિમસની સ્વાયત્તતા અને
ઉપયોગિતાને વધારવા માટે 2024 માં તેમાં નીચેનામાંથી કઈ
સુવિધાઓ રજૂ કરવામાં આવી હતી?
(A) GPS-આધારિત મેપિંગ દ્વારા સેલ્ફ-નેવિગેશન
(B) વપરાશકર્તા-વિશિષ્ટ કાર્યો માટે
બાયોમેટ્રિક પ્રમાણીકરણ
(C) થર્ડ પાર્ટી હોમ ઓટોમેશન સિસ્ટમ્સ સાથે
એકીકરણ
(D) સ્વતંત્ર રીતે ચાર્જિંગ સ્ટેશનો શોધીને
અને જોડાણ કરીને સેલ્ફ-ચાર્જ કરવાની ક્ષમતા
81. You cannot doubt ………………………. honesty of these children.
(A) a
(B) an
(C) the
(D) No article
82. He gave a lecture …………………………………. the causes of tuberculosis.
(A) on
(B) for
(C) of
(D) in
83. The police will register it as an accident …………………………….
any evidence to the contrary is found.
(A) otherwise
(B) unless
(C) whenever
(D) still
84. He is still reading, …………………………………………
(A) wasn't he?
(B) weren't he?
(C) isn't he?
(D) hadn't he?
85. The Olympic Games …………………………. every four years.
(A) has taken place
(B) is taking place
(C) take place
(D) will taking place
86. લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. મારાં ઘેટાં ખોવાય ગયાં છે.
2. મારાં ઘેટાં ખોવાઈ ગયાં છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
87. લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ
નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. કબાટમાં પુસ્તક યા કાગળ મૂક્યા નથી.
2. મેં એ યાદી કે ઠરાવ વાંચ્યાં નથી.
ઉપર પૈકી કર્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચો છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
88. લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ સાચા
વિધાનનો વિકલ્પ પસંદ કરો.
(A) બકરી ને લવારું આવ્યાં.
(B) માદા માણસને મગ જ ખવાય.
(C) બકરીને લવારું આવ્યાં.
(D) બકરી ને લવારું આવ્યું.
89. જોડણીની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને
લો:
1. મારી દીકરી સરસ ગીત ગાય છે.
2. ખેડૂત બળદને નીરણ નાખે છે.
3. મહેશ મિનાને ચીત્ર બતાવે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3 બધા જ
90. જોડણીની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને
લો:
1. તું આ વાટકીમાંનું બધું દુધ પી જાય.
2. રવિન્દ્રનાથે આ કવીતા લખી હતી.
3. કાલે અમે દ્વારકા જવાના છીએ.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3 બધા જ
ખોટાં છે.
91. ………………………… you like to have a cup of coffee?
(A) May
(C) Could
(B) Can
(D) Would
92. We haven't got ……………………………… petrol. We need to stop
and get some.
(A) much
(B) many
(C) little
(D) a little
93. Who is creating this pollution? (Change the voice)
(A) By whom this pollution is created?
(B) By whom has this pollution created?
(C) By whom is
this pollution being created?
(D) By whom this pollution have been created?
94. You are even …………………………………. me in treating people the
right way.
(A) more worse than
(B) more worst then
(C) the worse than
(D) worse than
95. It is difficult to ………………………. get after meals ……………………………. in area.
(A) desert, desert
(B) dessert, dessert
(C) dessert,
desert
(D) desert, dessert
96. નીચે આપેલા રૂઢિપ્રયોગો અને તેના અર્થનાં
જોડકાં ધ્યાને લોઃ
1. રજનું ગજ કરવું = વાત વધારીને કહેવી
2. ગોળના પાણીએ નહાવું = તીર્થસ્થળે સ્નાન
કરવું
3. કોઠું આપવું = દિલની વાત જાણવા દેવી
ઉપર પૈકી કયું/ક્યાં જોડકું/ જોડકાં સાચું/ સાચાં છે?
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ત્રણેમાંથી એક પણ નહિ
97. સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિષે નીચે
પૈકી કયું/કયાં જોડકું/જોડકાં સાચું/ સાચાં છે?
સામાસિક શબ્દ |
પ્રકાર |
1. ત્રિભુવન |
દ્વિગુ સમાસ |
2. પુરુષોત્તમ |
કર્મધારય સમાસ |
3. ભક્તિવશ |
તત્પુરુષ સમાસ |
4. ભૂલચૂક |
દ્વંદ્વ સમાસ |
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ફક્ત 2 સાચું
(B) 2 અને 3 સાચાં
(C) 1, 2, 3, અને 4 સાચાં
(D) એકપણ સાચું નથી
98. સમાનાર્થી શબ્દો માટે જોડકાંનો યોગ્ય
વિકલ્પ પસંદ કરો.
અ |
બ |
1. ઘર |
ક. તનયા |
2. ગરીબ |
ખ. બુદ્ધિ |
3. દીકરી |
ગ. આલય |
4. મતિ |
ધ. પામર |
(A) 1-ગ, 2-ઘ, 3-ક, 4-ખ
(B) 1- ઘ, 2- ખ,
3-ક, 4- ગ
(C) 1- ખ, 2- ઘ,
3-ક, 4- ગ
(D) 1-ગ, 2-ક, 3-ઘ, 4-ખ
99. નીચે આપેલા વિકલ્પોમાંથી બધા જ સમાનાર્થી
શબ્દો હોય તેવો વિકલ્પ પસંદ કરો.
(A) અરજ, વિજ્ઞપ્તિ, વિનવણી
(B) મના, અવજ્ઞા,
કામના
(C) એકાએક, અજાયબ,
અત્યંત
(D) જોરુ, બળ, હેરત
100. નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દો વિશે
સાચો વિકલ્પ પસંદ કરો.
(A) ગૌણ × પ્રધાન
(B) વધારે × સહજ
(C) ભરતી × ખાલી
(D) જાહેર × સાર્વજનિક
0 Komentar
Post a Comment