Search Now

પુષ્યભૂતિ વંશ

પુષ્યભૂતિ વંશ



  • વર્ધન (અથવા પુષ્યભૂતિ) વંશ મૂળે ગુપ્તોના સામંત હતા. આ રાજવંશની સ્થાપના પુષ્યભૂતિ દ્વારા કરવામાં આવી હતી. ગુપ્તના પતન પછી પ્રસિદ્ધિ મેળવનાર એક મહત્વપૂર્ણ શાસક પરિવાર પુષ્યભૂતિ પરિવાર હતો, જેની રાજધાની થાનેશ્વર (કુરુક્ષેત્ર, હરિયાણા) ખાતે  હતી.
  • પુષ્યભૂતિ વંશ વિશેની માહિતી મુખ્યત્વે હર્ષચરિત (હર્ષના દરબાર કવિ બાણભટ્ટ દ્વારા લખાયેલ હર્ષનું જીવનચરિત્ર) અને ચીની મુસાફર હ્યુએન સાંગના પ્રવાસ વર્ણનોમાંથી મળે છે.
  • પ્રભાકર વર્ધનના શાસન દરમિયાન આ વંશ પ્રસિદ્ધિમાં આવ્યો. તેમણે હૂણોને હરાવીને પંજાબ અને હરિયાણામાં પોતાનું શાસન મજબૂત કર્યું.

1. રાજકીય ઇતિહાસ:

  • પ્રભાકરવર્ધનબે પુત્ર (રાજ્યવર્ધન અને હર્ષવર્ધન) અને એક પુત્રી (રાજ્યશ્રી) હતા.
  • હર્ષવર્ધન (606 ઈ.સ. - 647 ઈ.સ.)પોતાના ભાઈ રાજ્યવર્ધનના મૃત્યુ પછી થાનેશ્વર અને કન્નોજના સિંહાસન પર બેસ્યા. 612 ઈ.સ. સુધીમાં તેમણે ઉત્તર ભારત પર પોતાનું શાસન મજબૂત કર્યું.
  • તેમણે શશાંક (બંગાળનો શાસક, જેણે બોધિ વૃક્ષને કાપી નાખ્યું) ને હરાવ્યો અને કન્નોજ પર કબ્જો કર્યો.

🏆 વંશના મહત્વપૂર્ણ શાસકો

પ્રભાકરવર્ધન (લગભગ મધ્ય - 6મી સદી ઈ.સ.)

  • તેમણે પુષ્યભૂતિ વંશની સ્થાપનાનો પાયો નાખ્યો હતો.
  • તેમણે કન્યકુબ્જ/કન્નોજના મૌખરીઓ (પૂર્વમાં રહેલા પડોશી) સાથે મહત્વપૂર્ણ વૈવાહિક સબંધો સ્થાપ્યા, જ્યાં તેમણે પોતાની પુત્રી રાજ્યશ્રીનું લગ્ન મૌખરી શાસક ગ્રહવર્મન સાથે કરાવ્યું. ગ્રહવર્મન મૌખરી રાજવંશનો છેલ્લો શાસક હતો અને કન્નોજનો રાજા હતો.

રાજ્યવર્ધન

  • પ્રભાકરવર્ધનના મૃત્યુ પછી, તેમનો મોટો પુત્ર રાજ્યવર્ધન ગાદી પર આવ્યો, પરંતુ ગૌડ (અર્થાત બંગાળ અને બિહાર)ના રાજા શશાંક દ્વારા તેને વિશ્વાસઘાતથી મારી નાખવામાં આવ્યો.

હર્ષવર્ધન (606 ઈ.સ. - 647 ઈ.સ.)

  • તેઓ ભારતના છેલ્લાં મહાન હિંદુ રાજા ગણાય છે, જેઓ મૂળ શૈવ હતા, પરંતુ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
  • તેઓ હર્ષ તરીકે જાણીતા છે અને ઉત્તરના સ્વામી (Sakalauttarapathanatha) તરીકે પણ ઓળખાતા.
  • હર્ષનું શાસન સૈન્ય વિજયોથી ભરેલું હતું, અને તેમણે પંજાબ, કન્નોજ, બંગાળ, ઓડિશા અને મિથિલા પર કબજો મેળવ્યો અને શિલાદિત્ય’ નો ખિતાબ મેળવ્યો (હ્યુએન ત્સાંગના પ્રવાસ વર્ણન મુજબ).
  • સિંધના શાસક અને વલ્લભી રાજા ધ્રુવસેના II પર વિજય મેળવ્યો, જે નૌસારી તામ્રપત્ર શિલાલેખમાં ઉલ્લેખિત છે.
  • પુલકેસીન II (બાદામીના પશ્ચિમ ચાલુક્ય રાજા) દ્વારા નર્મદા કાંઠે હર્ષને હરાવવામાં આવ્યા હતા.
    • પુલકેસીન II "સકલઉત્તરપથનાથ" (સમગ્ર ઉત્તરનો સ્વામી) નો ખિતાબ મેળવ્યો.
    • ચાલુક્ય રેકોર્ડ અનુસાર, હર્ષને ઉત્તર દેશના સ્વામી તરીકે ઓળખવામાં આવતો હતો – "સકલોત્તરપથેશ્વર".
  • ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ, જેને  Prince of Travellers પણ કહેવામાં આવે છે, હર્ષના શાસન દરમિયાન ભારત આવ્યો હતો. તેઓ સિયુકીના રચિતા છે.
    • કન્નોજ અને પ્રયાગની સભાહ્યુએન ત્સાંગ દ્વારા વર્ણવેલા હર્ષના બે મહત્વપૂર્ણ સમારંભો.
    • પ્રયાગમાં હર્ષ દરેક 5 વર્ષના અંતે ધાર્મિક ઉત્સવ ઉજવતા, જે "કુંભ મેળા" ની શરૂઆત માટે જવાબદાર માનવામાં આવે છે.
  • અન્ય ચીની મુસાફર ઈ-ત્સિંગ (671 – 695 ઈ.સ.) પણ ભારત આવ્યો હતો, અને બૌદ્ધ ધર્મના અભ્યાસ અને પ્રચારમાં પોતાને સમર્પિત કર્યો.
  • હર્ષ કલા અને શિક્ષણના મહાન સંરક્ષક હતા અને નાલંદા ખાતે એક વિશાળ વિહાર (મઠ) સ્થાપ્યો હતો.
  • તેમણે સંસ્કૃત નાટકો લખ્યા – "નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા".
  • તેઓ પહેલા શૈવ હતા, પરંતુ પછી મહાયાન બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
  • થાનેશ્વર અને કન્નોજને એકીકૃત કરીને, હર્ષે પોતાનું રાજધાની કન્નોજમાં ખસેડી.

તેમના દરબારમાં મહાન લેખકો:

  • બાણભટ્ટ (હર્ષચરિત અને પાર્વતીપરિણય)
  • મયૂર (મયૂરશતક અને સુર્યશતકના લેખક)
  • વ્યાકરણાચાર્ય ભરતૃહરી (વાકપદીયના લેખક)
  • મતંગ દિવાકર
  • હુણોના વિનાશકારી પ્રભાવને હર્ષ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ 647 ઈ.સ.માં તેમના મૃત્યુ પછી રાજ્ય ફરીથી છૂટાછવાયા થઈ ગયા.

 

શિલાલેખો (Inscriptions):

  • ઐહોલ શિલાલેખ: 618 ઈ.સ.માં હર્ષવર્ધને દખ્ખણમાં ચાલુક્ય સામ્રાજ્ય પર આક્રમણ કર્યું, જે તે સમયે પુલકેસીન II દ્વારા શાસિત હતું. પરંતુ ચાલુક્યોનો પ્રતિકાર હર્ષ માટે કઠિન સાબિત થયો અને હર્ષ પરાજિત થયો. પછી ચાલુક્યો સાથે નર્મદા નદીને સીમા બનાવવાનો કરાર કર્યો.
  • મધુબન તામ્રપત્ર: હર્ષના કુટુંબ વિશે ઘણી માહિતી આપે છે.
  • સોનેપત તામ્રપત્ર: વંશના અનેક રાજાઓના નામ અને શાસન વિશે ખુલાસો કરે છે.
  • બાંખેરા શિલાલેખ: હર્ષ એક કુશળ શાસક અને કળાપ્રેમી હતા.

સાહિત્ય (Literary):

  • હર્ષચરિત: હર્ષવર્ધનની જીવનકથા, જે બાણભટ્ટ દ્વારા સંસ્કૃતમાં લખાઈ હતી.
    • "હર્ષ મહાન હતા – પણ બાણભટ્ટે તેમને વધુ મહાન બનાવ્યા."

બાણભટ્ટ:

  • હર્ષચરિત, કાદંબરી અને પાર્વતીપરિણયમ.

હર્ષ:

  • તેમણે ત્રણ સંસ્કૃત નાટકો લખ્યા:
    • "નાગાનંદ" (બોધિસત્વ જિમુતવાહન પર આધારિત)
    • "રત્નાવલી" (રોમેન્ટિક કોમેડી)
    • "પ્રિયદર્શનિકા" (રોમેન્ટિક કોમેડી)
  • ભવભૂતિ: ઉત્તરરામચરિત, મહાવીરચરિત, મલતીમાધવમ.
  • વાકપતિ: પ્રાકૃતમાં "ગૌડવક" લખ્યું.

 

2. હર્ષના શાસનકાળમાં વહીવટ (Administration under Harsha):

  • હર્ષનો શાસન વધુ સામંતશાહી અને વિકેન્દ્રિત હતો.
  • પંડિતો અને બ્રાહ્મણોને જમીનદાન તેમના વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવતું હતું.
  • કાયદો અને વ્યવસ્થામાં કેટલીક ખામીઓ હતી, જેમ કે ચીની પ્રવાસી હુઆન ત્સાંગના પ્રવાસ નિવેદનો પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે, જેમાં તેઓ જણાવે છે કે તેમને પણ લૂંટવામાં આવ્યા હતા.
  • શૂદ્રો મુખ્યત્વે ખેડૂત હતા, અને તેમની સ્થિતિ અગાઉની તુલનામાં સુધરી.
  • ચાંડાલ (અસ્પૃશ્ય વર્ગ) ની સ્થિતિ દયનીય રહી અને તેઓ વિવિધ પ્રકારની અસમર્થતાથી પીડાતા રહ્યા.
  • વન રક્ષકોને "વનપાલ" કહેવામાં આવતા હતા, અને તમામ ગામોના વડાને "સર્વ-પલ્લી-પટ્ટી" કહેવામાં આવતા.
  • નાલંદા યુનિવર્સિટી હર્ષના સમયમાં બૌદ્ધ અધ્યયન માટે મહત્ત્વનું કેન્દ્ર બની અને એક વિશાળ બૌદ્ધ મઠનો વિકાસ થયો.
  • ઈ-ત્સીંગ (I-Tsing) અનુસાર નાલંદાને 200 ગામડાઓની આવકથી આધાર મળતો.

3. ભારતમાં સામંતશાહી (Feudalism) નો ઉદ્ભવ

  • હર્ષવર્ધનના મૃત્યુ પછી, ઉત્તર ભારતમાં લગભગ પાંચ સદી સુધી રાજકીય વિભાજન (Political Fragmentation) થયું.
  • દેશ વિવિધ પ્રાદેશિક શક્તિઓમાં વહેંચાઈ ગયો, જે સતત યુદ્ધ કરતા અને પોતાની સીમાઓ બદલતા રહ્યા.
  • ઉત્તર ભારતના મહત્વના રાજ્યો: કાશ્મીર, ગાંધાર, સિંધ, ગુજરાત, કનૌજ, અજમેર, માલવા, બંગાળ અને આસામ. આઠમી સદીના આરંભમાં કાશ્મીરે પ્રભુત્વ મેળવ્યું.
  • બંગાળના પાલોએ સર્વોચ્ચ શાસન કર્યું જ્યાં સુધી પ્રતિહારો ઉત્તર ભારતના સૌથી શક્તિશાળી શાસકો બન્યા નહીં.
  • દસમી સદીમાં દખ્ખણના રાષ્ટ્રકૂટોએ ઉત્તર ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તરવાનો પ્રયાસ કર્યો, પણ સફળ ન રહ્યા.
  • પહેલી સદી એડી દરમિયાન રાજાઓએ બ્રાહ્મણો (જેને બ્રહ્મદેય કહેવાય છે), વિદ્વાનો, ધાર્મિક સંસ્થાઓ અને અધિકારીઓને પગાર અને મહેનતાણાના બદલામાં મફત જમીન દાન કરવાનું શરૂ કર્યું.
  • બ્રાહ્મણો અને મંદિરોને દાનમાં મળેલી જમીન અને તેનો આવક સ્ત્રોત આધ્યાત્મિક સેવા માટે હતો, ન કે નાગરિક કે સૈન્ય સેવાઓ માટે.

આથી પરિણામ સ્વરૂપ:

  1. રાજકીય વિકેન્દ્રિકરણ અને વિભાજન:

·       જમીન અનુદાન ધીમે ધીમે અર્ધ-સ્વાયત્ત શાસકોથી બનેલા એક વિશિષ્ટ શાખાવાળા રાજકીય સંગઠનમાં ફેરવાઈ ગયું.

  1. નવા સામાજિક અને રાજકીય ઉચ્ચ વર્ગનો ઉદભવ:
    • મધ્યકાલીન ભારતના મુખ્ય રાજકીય પાત્રો:
      • સામંત, મહાસામંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર, રાજકુલ, રાજપુત્ર.
      • આ બધા જમીનદાર (land magnates) હતા, પરંતુ ભિન્ન પ્રાદેશિક સંજ્ઞાઓથી ઓળખાતા.
  2. કૃષિ માળખામાંફેરફારો (Changes in Agrarian Structure):
    • ખેતી ખેડૂત અને ભાગીદારો (Sharecroppers) ના હવાલે કરવામાં આવી, પણ તેમને કાનૂની રીતે જમીન પર હક મળતો નથી.
    • ઈ-ત્સીંગ અનુસાર, ભારતની મોટાભાગની બૌદ્ધ વિહારોમાં ખેડૂત અને સેવકો દ્વારા ખેતી કરવામાં આવતી.
    • આના પરિણામે:
      • ઉજડ અને ખેતીલાયક બંને પ્રકારની જમીનનું દાન.
      • ખેડૂતોને જમીન માલિકો દ્વારા અન્ય જમીન પર ખસેડવા.
      • બળજબરીથી મજૂરી લાદવી.
      • ખેડૂતોની હિલચાલ પર પ્રતિબંધો

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel