પલ્લવ
કાંચીના પલ્લવ (575 AD - 897 AD)
A. કાંચીના
પલ્લવ (575 AD - 897 AD)
• ‘પલ્લવ’ શબ્દ ‘લતા’
(સંસ્કૃતમાં) માટે વપરાય છે. તેઓ દક્ષિણ ભારત (આધુનિક તમિલનાડુ)માં શાસક હતા.
• મંદિરોની વાસ્તુશિલ્પકળામાં પલ્લવોએ યોગદાન
આપ્યું: મહાબલીપુરમમાં શોર મંદિર; કૈલાસનાથ
મંદિર તથા વૈકુંઠ પેરુમળ મંદિર (કાંચિપુરમમાં).
• સંગમ યુગ પછી, કલાભ્રાઓએ 250 વર્ષ સુધી શાસન કર્યું. ત્યાર બાદ પલ્લવોએ તોંડાઈમંડલમમાં તેમનું
રાજ્ય સ્થાપ્યું, જેના રાજધાની
કાંચિપુરમમાં હતી.
• ૧૦મી સદીની શરૂઆતમાં શાહી ચોલો દ્વારા તોંડાઈમંડલમ
પર કબજો ન થયો ત્યાં સુધી તેમનું શાસન ચાલુ રહ્યું.
1.
રાજકીય
ઈતિહાસ:
મહેન્દ્રવર્મન પ્રથમ
(ઈ.સ. ૬૦૦ - ઈ.સ. ૬૩૦)
• પલ્લવ-ચાલુક્ય સંઘર્ષ આ સમયમાં શરૂ થયો. પુલકેશી બીજાએ પલ્લવો સામે કૂચ
કરી રાજ્યના ઉત્તર ભાગ પર કબ્જા કર્યો.
• પુલ્લાલુરમાં મહેન્દ્રવર્મન પ્રથમની જીત છતાં, શિલાલેખોમાંથી જાણવા મળે છે કે તેણે ખોયેલો પ્રદેશ પાછો મેળવી શક્યો નહીં.
• તેમની શરૂઆતની કારકિર્દીમાં તેઓ જૈનધર્મના અનુયાયી હતાં. બાદમાં તેમણે તિરુનાવુક્કરસર (અપ્પર)
ના પ્રભાવ હેઠળ શૈવધર્મ સ્વીકાર્યો.
• તેમણે તિરુવાડીમાં શિવ મંદિર બાંધ્યું.
• તેમણે ગુણભારા, સત્યસંદા, ચેટ્ટાકારી, ચિત્રકારપુલી, વિચિત્રચિત્ત
(મંદિર નિર્માતા) તથા મત્તવિલાસ જેવા જેવા ખિતાબ ધારણ કર્યા.
• માંડગપ્પટ્ટુ
શિલાલેખ અનુસાર, મહેન્દ્રવર્મનને ‘વિચિત્રચિત્ત’ કહેવામાં
આવતો, કારણ કે તેમણે ઈંટ, લાકડા,
ધાતુ કે ગારાનું ઉપયોગ કર્યા વગર શિવ, વિષ્ણુ
તથા બ્રાહ્મણ મંદિરો બનાવ્યા હતા. મહેન્દ્રવર્મન મંદિરોના મહાન નિર્માતા હતા.
• તેમણે સંસ્કૃતમાં ‘મટ્ટવિલાસા પ્રહાસનમ’ નામની કૃતિ લખી.
• ચિત્રકારપુલી ઉપનામ ચિત્રકળામાં તેમની પ્રતિભા દર્શાવે છે.
• કુડુમિયનમલઈ શિલાલેખ મુજબ, તેઓ સંગીતના
નિષ્ણાત હતા.
નરસિંહવર્મન પ્રથમ (૬૩૦ -
૬૬૮)
• તેઓ ‘મામલ્લા’ (મહાન કુસ્તીબાજ) તરીકે પણ ઓળખાય છે. તેઓ પુલકેસી II
ના હાથે તેમના પિતાની હારનો બદલો લેવા માંગતા હતા અને તેથી તેમણે
તેમના પર હુમલો કર્યો.
• નરસિંહવર્મન પ્રથમએ કાંચી નજીક મણિમંગલમના યુદ્ધમાં પુલકેસીન II ને હરાવ્યો. તેનો ઉલ્લેખ ‘કુરમ’ તામ્રપત્રમાં કરવામાં આવ્યો છે.
• સેનાપતિ પપરંજોતિના નેતૃત્વ હેઠળ પલ્લવ સૈન્યએ ચાલુક્યોની સેનાનો
પીછો કર્યો, રાજધાનીમાં પ્રવેશ કર્યો અને વાતાપી શહેરનો નાશ
કર્યો.
• ત્યાર બાદ, નરસિંહવર્મન-પહેલાએ વાતાપીકોંડાનું બિરુદ
ધારણ કર્યું. તેઓ ખોયેલો પ્રદેશ પાછો મેળવી શક્યા.
·
તેમણે
શ્રીલંકા પર નૌકાદળ અભિયાનનું નેતૃત્વ કર્યું અને તેમના મિત્ર રાજકુમાર
માનવવર્માને ગાદી પર પાછા લાવવામાં સફળ રહ્યા.
·
હ્યુઆન
ત્સાંગે નરસિંહવર્મન I ના સમયમાં
કાંચીની મુલાકાત લીધી. તેમના રેકોર્ડમાં, તેમણે કાંચીને એક સુંદર શહેર ગણાવ્યું હતું, જેનો પરિઘ 6 માઇલ હતો અને 100 બૌદ્ધ મઠો હતા જેમાં 10,000 સાધુઓ રહેતા હતા. તેમના રેકોર્ડ મુજબ, કાંચી ખાતેનું ઘાટિકા શિક્ષણનું એક મહાન કેન્દ્ર હતું.
·
નરસિંહવર્મન I એ મમલ્લાપુરમ (મહાબલીપુરમ) શહેરની સ્થાપના કરી, તેમજ એકશિલા (મોનોલિથિક) રથો ઊભા કર્યા.
·
નરસિંહવર્મન I પછી મહેન્દ્રવર્મન II અને પરમેશ્વરવર્મન I ગાદીએ બેઠા. નરસિંહવર્મન I પછી પણ પલ્લવ-ચાલુક્ય સંઘર્ષ ચાલુ રહ્યો.
નરસિંહવર્મન-II (695
AD - 722 AD)
- પરમેશ્વરવર્મન I પછી નરસિંહવર્મન-II ગાદીએ આવ્યા. તેમને “રાજસિંહ” પણ કહેવામાં આવતો.
- તેમનો શાસનકાળ શાંતિપૂર્ણ રહ્યો, અને તેમણે કલા અને સ્થાપત્યમાં વધુ રસ દાખવ્યો.
- તેમણે મામલ્લપુરમમાં કિનારાના મંદિર (Shore
Temple) તથા કાંચિપુરમમાં
કૈલાસનાથ મંદિર બંધાયું હોવાનો માનવામાં આવે છે.
- તેઓ કલા અને સાહિત્યના મહાન આશ્રયદાતા હતા. સંસ્કૃત
વિદ્વાન દંડિ તેમનાં દરબારમાં હાજર હતા. તેમણે ચીનમાં દૂતાવાસો મોકલ્યા
અને તેમના શાસનકાળમાં દરિયાઈ વેપારનો વિકાસ થયો.
- તેમણે શંકરભક્ત, વાધ્યવિદ્યાધાર અને આગમપ્રિય જેવા ખિતાબ ધારણ કર્યા.
- ચોલ રાજા આદિત્ય પ્રથમે અંતિમ પલ્લવ રાજા અપરાજિતાને
હરાવ્યો અને કાંચી પર કબ્જો કર્યો, જેના કારણે પલ્લવ શાસનનો અંત આવ્યો.
2. સાહિત્ય
(Literature)
- પલ્લવ લિપિ (Pallava script) (બ્રાહ્મીક લિપિ) વિકસાવવામાં આવી. દક્ષિણપૂર્વ એશિયાની
અનેક લિપિઓ (ગ્રંથ, જાવાનીઝ, કવિ, બાયબાયિન, મોન, બર્મીઝ, ખ્મેર, થાઈ, લાઓ, સિંહાલી
તેમજ ન્યુ તાઈ લ્યુ મૂળાક્ષરો) પલ્લવ લિપિમાંથી ઉતરી આવ્યા છે.
- કદંબ-પલ્લવ લિપિ કન્નડ તથા તેલુગુ લિપિઓનું પ્રથમ સ્વરૂપ હતું.
સંસ્કૃત સાહિત્ય:
- ભારવી – “કિરાતર્જુનેયમ”
- દાંડિ – “દશકુમારચરિતમ” (કેતનાએ 13મી સદી ADમાં તેનો તેલુગુમાં અનુવાદ કર્યો)
તમિલ સાહિત્ય:
· અલ્વાર દ્વારા પ્રબંધમ.
· નયનાર દ્વારા તેવરમ
3. પલ્લવ
શાસન હેઠળનું વહીવટ (Administration under Pallavas)
- રાજ્યને “કોટ્ટમ”માં વહેંચવામાં આવ્યું હતું, અને “કોટ્ટમ”નું સંચાલન રાજાની દ્વારા નિયુક્ત
અધિકારીઓ દ્વારા કરવામાં આવતું. રાજા સમગ્ર વહીવટીતંત્રનું કેન્દ્રબિંદુ અને ન્યાયનો
સ્ત્રોત હતો. રાજાને એક મંત્રીમંડળ દ્વારા સહાય આપવામાં આવતી.
- એક સારી રીતે તાલીમ પામેલી સેના હતી.
- મંદિરો (દેવધન) તથા બ્રાહ્મણોને (બ્રહ્મદેય) જમીન
ફાળવવામાં આવતી. તેઓ પાસેથી કોઈ પણ પ્રકારનો કર લેવામાં
આવતો નહોતો.
- સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી રાજાની હતી.
- જમીન મહેસૂલ આવકનો મુખ્ય સ્ત્રોત હતો. જમીન
મહેસૂલમાંથી એકત્રિત કર ઉપરાંત, વેપારીઓ અને કારીગરોએ પણ કર ચૂકવવો પડતો હતો.
- શિલાલેખોમાં સભાઓ (ગ્રામ્ય સભાઓ) નો ઉલ્લેખ છે. તેઓ
જમીન રેકોર્ડ જાળવતા હતા, સ્થાનિક બાબતો અને મંદિરોનું સંચાલન કરતા હતા.
4. સામાજિક
જીવન (Social Life)
- પલ્લવોના સમય સુધીમાં જાતિ વ્યવસ્થા કઠોર બની ગઈ હતી.
બ્રાહ્મણો ટોચ પર હતા અને તેઓ રાજાઓ અને ઉમરાવો પાસેથી ભેટો મેળવતા હતા.
મંદિરોનું સંચાલન કરવાની પણ તેમની ભૂમિકા હતી.
- આ સમયગાળામાં વૈષ્ણવ અને શૈવ ધર્મનો ઉદય પણ જોવા
મળ્યો. આ દક્ષિણના ભક્તિ ચળવળમાં નયન્નર (શૈવ) અને અલ્વર (વિષ્ણુ) ના
પ્રયાસોને કારણે થયું. તેના કારણે બૌદ્ધ અને જૈન ધર્મનો પણ પતન થયો.
- રાજાઓ દ્વારા મંદિર નિર્માણથી વૈષ્ણવ અને શૈવ ધર્મનો
ફેલાવો વધુ શક્ય બન્યો.
5. શિક્ષણ
તથા સાહિત્ય (Education and Literature)
કાંચી ખાતેની ઘટિકાએ ભારતના તેમજ વિદેશના વિદ્યાર્થીઓને
આકર્ષ્યા હતા. તેમાં પ્રખ્યાત વિદ્યાર્થીઓ હતા જેમ કે –
- મયૂરશર્મન (કદંબ રાજવંશના સંસ્થાપક), જેમણે કાંચી ખાતે વેદોનો અભ્યાસ કર્યો.
- દિનગંગા (બૌદ્ધ લેખક).
- ધર્મપાલ (નાલંદાની આગેવાની કરી).
- મહેન્દ્રવર્મન પ્રથમે મત્તાવિલાસ પ્રહસનમની રચના કરી..
- અલવાર (વૈષ્ણવ સંતો) તથા નાયનાર (શૈવ સંતો) એ ભક્તિગીતો/હિમ્ન્સ રચ્યાં. તમિલમાં નલયરાદિવ્યપ્રબંધમ
(અલવાર) અને દેવરામ (નયનાર).
- પેરુનદેવન્નરે (Perundevanar) મહાભારતનું તમિલમાં અનુવાદ કર્યો, જેને ભારતવેમ્બા (Bharatavemba)
કહેવાય છે.
- નંદિક્કલંબકમ (Nandikkalambakam) પણ તે સમયગાળાની એક રચના છે.
6. કલા
અને સ્થાપત્ય (Art & Architecture)
- પલ્લવોના સમયમાં મંદિર-નિર્માણનો એક મહાન યુગ જોવા મળે છે. પલ્લવોએ પથ્થરમાંથી
મંદિર નિર્માણની (excavating) ની શરૂઆત કરી.
- દ્રાવિડ શૈલીની વાસ્તુકળાની શરૂઆત પણ પલ્લવો દ્વારા
કરવામાં આવી.
- પલ્લવોએ મૂર્તિશિલ્પમાં પણ વિશાળ યોગદાન આપ્યું. “ઓપન
આર્ટ ગેલેરી”માં “ગંગાનું અવતરણ” (Descent
of Ganges) તથા “અર્જુન તપસ્યા” (Penance of Arjuna) જેવી પથ્થરમાં ચિત્રાંકિત ભીંતચિત્ર જોવા મળે છે.
- લલિત કલા
- સંગીત, નૃત્ય તથા ચિત્રકામ (Music, Dance and Paintings) સર્વે પલ્લવોના સમયમાં વિકસિત થયા.
- “મામાન્દર” શિલાલેખમાં ગાયન સંગીતની સ્વરલિપિ (notation)
વિશે ઉલ્લેખ જોવા મળે છે.
- કુડુમિયનમલઈ (Kudumianmalai) શિલાલેખમાં સંગીતના સ્વરો (musical notes) તથા સંગીતનાં સાધનો (musical
instruments)નો ઉલ્લેખ
છે.
- આ સમયગાળામાં વિવિધ નૃત્ય મુદ્રાઓ દર્શાવતી શિલ્પો
જોવા મળે છે.
- “સિટ્ટન્નાવાસલ” ચિત્રો (paintings) પણ આ યુગના છે.
- “સિટ્ટન્નાવાસલ” ના ચિત્રો જૈન ધર્મનાં મુદ્દા તથા પ્રતીકો સાથે ખૂબ
સંકળાયેલા છે, પરંતુ
તેમની શૈલી તથા તકનીક અજંતા જેવી જ છે.
- “સિટ્ટન્નાવાસલ” ગુફાની છત પર કમળ તળાવ (lotus tank) નું દૃશ્ય છે, જેમાં પુરુષ, પશુ, ફૂલ,
પક્ષીઓ, માછલીઓ વગેરેનું સ્વાભાવિક
રૂપમાં અંકન કરવામાં આવ્યું છે, જે જૈન ધર્મની
“સમાવશન” (samavasana) ધારણા દર્શાવે છે.
·
“દક્ષિણાચિત્ર” (Dakshinachitra)
નું સંકલન મહેન્દ્રવર્મન-૧ ના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમને ચિત્રકારપુલી (Chittrakarapuli) નું બિરુદ
મળ્યું હતું.
વિકાસ
ચરણ |
શાસક/સમયગાળો |
મુખ્ય
મંદિરો તથા સ્થળો |
મહેન્દ્રવર્મન જૂથ |
મહેન્દ્રવર્મન I (600-630 AD) |
ભૈરવકોણા ખાતેનું મંદિર, અનંતેશ્વર મંદિર |
મમલ્લા જૂથ |
નરસિંહવર્મન I “મમલ્લા” (630-668 AD) |
મંડપા મંદિરો, રથ મંદિરો (સપ્ત પેગોડા) |
રાજસિંહા જૂથ |
નરસિંહવર્મન II “રાજસિંહા” (680-720 AD) |
કૈલાસનાથ મંદિર, વૈકુંઠ પેરુમળ મંદિર, કિનારાના મંદિર |
અપરાજિત જૂથ |
નંદિવર્મન અપરાજિત (879-897 AD) |
મુક્તેશ્વર મંદિર, માતંગેશ્વર મંદિર, પરશુરામેશ્વર
મંદિર |
0 Komentar
Post a Comment